ડભોઇ: ચાંદોદ પંથકમાં અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી, સર્જાઈ તારાજી

New Update
ડભોઇ: ચાંદોદ પંથકમાં અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી, સર્જાઈ તારાજી

ડભોઇ તાલુકાના ચાંદોદ પંથકમાં અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા તારાજી સર્જાઈ છે ડભોઇ થી કેવડીયા કોલોની સુધી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ

ની કામગીરી અંતર્ગત ડભોઇ થી ચાંદોદ બ્રોડગેજ રેલવે નાખવાનું કામ હાલ ચાલીરહ્યું છે ત્યારે માટી પુરાણ તેમજ નવા અંડર ગ્રાઉન્ડ ગરનાળા ના નિર્માણના કારણે રેલ્વે લાઈનની બંને બાજુ વરસાદી પાણી ભરાઈ જવાથી તેના નિકાલના અભાવે પંથકના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, ડભોઇ થી ચાંદોદ તરફ બ્રોડગેજ લાઈન નાખવાનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે માટી પુરાણ કરી નવા પાળા બનાવી રેલવે ટ્રેક ની ઉંચાઇ પણવધારવામાં આવી છે. ઉપરાંત વિવિધ જગ્યાએ અંડર ગ્રાઉન્ડ નાળા નિર્માણ કરાયા છે.

પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની ચોક્કસ વ્યવસ્થા નકરાઈ હોય રેલ્વે ટ્રેકની બંને બાજુ આવેલી અંદાજિત ૪૦૦ એકર ઉપરાંત જમીનમાં વરસાદી પાણી ભરાઇ રહેતા જળબંબાકારની સ્થિતિ સાથે ખેડૂતોના તુવેર- કપાસ-શેરડી જેવા પાકોના મૂળમાં કોહવારો લાગી જતા પાક બળી જવા પામ્યો છે. જેથી લાખોના બિયારણ અને મજૂરી ખર્ચના પરિણામે ખેડૂતોને મોટાપાયે આર્થિક ફટકો પડ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાનો નજારો જોતાં એક તબક્કે તો જાણે કેનાલમાં થીપાણી વહી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આવનારા દિવસોમાં વરસાદના પાણી ભરાઇ રહેવાના પરિણામે ખેડૂતોને વધુ પાયમાલીનો ભોગ બનવાનો વારો આવે તે પહેલા રેલવે તંત્ર આસપાસના કાંસ સત્વરે ખુલ્લા કરાવે તેમજ નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories