Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : 36મી નેશનલ ગેમ્સનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ઉદઘાટન કરાશે, 8 સ્થળોએ 16 રમતો રમાશે...

2 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સ્ટેટ બનવા જઈ રહ્યું છે. આ નેશનલ ગેમ્સની સાથે સાથે આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહી છે.

અમદાવાદ : 36મી નેશનલ ગેમ્સનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ઉદઘાટન કરાશે, 8 સ્થળોએ 16 રમતો રમાશે...
X

ગુજરાતમાં તા. 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ યોજાવાની છે. આ ગેમ્સમાં ગુજરાતના 7 મહાનગરમાં 36 જેટલી રમત માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમ ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના હોવાની માહિતી મળી છે.

12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સ્ટેટ બનવા જઈ રહ્યું છે. આ નેશનલ ગેમ્સની સાથે સાથે આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહી છે. દેશના રાજ્યોના ખેલાડી ગુજરાતી ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતા. 36મા નેશનલ ગેમ્સના આયોજનમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 16 જેટલી રમતો, જે 8 જેટલા સ્થળે યોજાવાની છે. સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સમીડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ ક્લબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે.

નેશનલ ગેમ્સને લઈ અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતના તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે. કુલ 8 જેટલા સ્થળોએ અલગ અલગ રમત યોજાવાની છે, ત્યારે ખેલાડીઓને આવવા અને જવા માટે તકલીફ ન પડે એ માટે તમામ 8 જગ્યા નજીકમાં આવેલી 3 અને 5 સ્ટાર હોટલમાં ખેલાડીઓ તેમજ તેના કોચ, સપોર્ટ સ્ટાફ વગેરે રોકાશે. નેશનલ ગેમ્સ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના માટે પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમારની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત 6 શહેરમાં અલગ અલગ IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

Next Story