રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમ્યાન વાલીઓએ નહીં ભરેલી ફીનો બોજ વાલીઓ પર જ નાખવાનો કારસો

New Update

કોરોના કાળ દરમ્યાન રાજ્યમાં સ્કૂલોને મળેલી ઓછી ફીની અસર શાળા સંચાલકોના ખિસ્સા પર થઇ નથી. શાળા સંચાલકોએ મોટા પાયા પર શિક્ષકોના પગાર પર કાપ મૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ સ્કૂલોએ પગારકાપ સમયે શિક્ષકોને યોગ્ય સ્થિતિ થતા કપાત પરત કરવાનું જણાવ્યું હતું. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં ફીની આવક થવા છતાં પણ શિક્ષકોને પૈસા પરત કરાયા નથી.

રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમ્યાન વાલીઓએ નહીં ભરેલી 80 કરોડ રૂપિયા જેટલી સ્કૂલ ફીનો બોજ આવનારા વર્ષમાં વાલીઓ પર નાખવાનો શાળા સંચાલકોએ કારસો ઘડ્યો છે. શાળા સંચાલકોએ FRCમાં મુકેલી દરખાસ્તમાં વાલીઓએ ન ભરેલી ફીને વાર્ષિક ખોટ ગણાવી આવનારા વર્ષમાં ફી નક્કી કરવામાં તેને ધ્યાને લેવાની રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોરોના મહામારીને કારણે રાજ્યની તમામ સ્કૂલોના વાલીઓને ફીમાં 25 ટકાની રાહત અપાઇ હતી.

ફી રાહત બાદ પણ ઘણી સ્કૂલોને તમામ વાલીઓ પાસેથી ફી મળી ન હતી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020-21 દરમિયાન સૌથી વધુ અસર રૂ. 20 હજારથી ઓછી ફી ધરાવતી સ્કૂલોને થઇ છે. સ્કૂલ સંચાલકોનો તર્ક છે કે, આર્થિક સંકટને દૂર કરવા અને સ્કૂલના મેનેજમેન્ટ માટે બાકીની ફી સ્કૂલને મળે તે જરૂરી છે. તેથી સ્કૂલોની બાકી રહેલી ફીને આ વર્ષે સ્કૂલની ખોટ તરીકે ગણવામાં આવે તેવું શાળા સંચાલકોનું માનવું છે.

Latest Stories