Connect Gujarat
શિક્ષણ

કચ્છ : 87 દિવસ બાદ શાળામાં ધો. 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાયું

કચ્છ : 87 દિવસ બાદ શાળામાં ધો. 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાયું
X

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 87 દિવસો બાદ આજથી શાળામાં ધોરણ 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જેથી ક્લાસ રૂમ, શાળાનું પ્રાંગણ અને શાળા તરફ જતા માર્ગો ચેતનવંતા બન્યા છે.

કચ્છ જિલ્લામાં 1100 સરકારી અને 400 જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં અંદાજિત કુલ 1 લાખ 25 હજાર છાત્રો નોંધાયેલા છે. જોકે, કોરોના મહામારીના કારણે બંધ રહેલ શિક્ષણ કાર્યના આજે પ્રથમ દિવસે વરસાદી માહોલ હોવાથી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છાત્રોએ હાજરી આપવી ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે. જેથી ઓન લાઈન શિક્ષણકાર્ય સહિત હોમ લર્નિંગ વર્ગ પણ ચાલુ રહેશે. વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 50 ટકાની મર્યાદામાં બેઠક વ્યવસ્થા રખાશે. તો સાથે જ કોવિડ એસઓપીનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

Next Story