Connect Gujarat
શિક્ષણ

આ તારીખે યોજાશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 વર્ષ બાદ નવી તારીખ જાહેર

હવે 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની યોજાશેબિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસી.નીપરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે.

આ તારીખે યોજાશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 વર્ષ બાદ નવી તારીખ જાહેર
X

4 વર્ષ પહેલા રદ થયેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસી.ની પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની યોજાશેબિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસી.નીપરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. હવે 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની યોજાશે. એ. કે રાકેશે ટ્વીટ કરી પરીક્ષાની તારીખો કરી જાહેર કરવામાં આવી છે.

4 વર્ષથી અટવાઇ હતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ આમ પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારોમાં ખુશી વ્યાપી જવા પામી છે આ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગ પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા 13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાનારી હતી પરંતુ છેલ્લી ઘડીએ વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.આમ પરીક્ષાની તારીખ જાહેર થતા અનેક વર્ષોથી રાહ જોઈ રહેલા ઉમેદવારો ફરી તૈયારીમાં લાગશે .

Next Story