અનુષ્કા શર્માનું માલદીવ વેકેશન પૂરું થઈ ગયું છે. વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે આરામની પળો વિતાવી અનુષ્કા ઘરે પરત ફરી છે. ભારત પરત ફરતાની સાથે જ અનુષ્કાને માલદીવમાં વિતાવેલી ક્ષણ યાદ આવે છે. વીતેલી ક્ષણોને યાદ કરતાં અનુષ્કાએ માલદીવનો એક વીડિયો પણ શેર કર્યો છે.
અનુષ્કા શર્મા અવારનવાર પોતાના અંગત જીવનની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ માલદીવ વેકેશનના ફોટા શેર કરીને ચાહકોને વર્ચ્યુઅલ ટૂર પણ આપી હતી. માલદીવથી પાછા આવ્યા બાદ અનુષ્કાએ વધુ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા વામિકા સાથે સાઈકલ ચલાવતી જોવા મળી રહી છે.