જનજાગૃતિ : બોલીવુડ સ્ટાર સલમાન ખાનની રસીકરણ અભિયાનમાં "એન્ટ્રી"

New Update

કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન જ એક ઉપાય છે, ત્યારે હજી પણ ઘણા લોકો રસી લેતા ખચકાય છે, ત્યારે બોલીવુડ સ્ટાર સલમાન ખાનની કોરોના રસીકરણ અભિયાનમાં એન્ટ્રી થઈ છે. આવા સંજોગોમાં મુંબઈ કોર્પોરેશને રસીકરણ અભિયાનમાં સલમાન ખાનને સામેલ કર્યો છે.

Advertisment

બોલીવુડ સ્ટાર સલમાન ખાન દ્વારા હવે લોકોને કોરોના વેક્સિન લેવા માટે અને વેક્સિન અંગેની ખોટી જાણકારી દૂર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ પર સલમાન ખાનનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન દેશની જનતાને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે આગ્રહ કરતા નજરે પડી રહ્યો છે. તો સાથે જ વિડીયોમાં સલમાન ખાને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, અવાર-નવાર હાથ ધોવા અને કોરોનાથી બચવા માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે.

જોકે, કોરોના વાયરસથી બચવા માટે વેક્સિન પર ભાર મુકતા જણાવાયું છે કે, વેક્સિન અંગે સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી છે, તે અફવાઓ પર કોઈએ વિશ્વાસ કરવો જોઈએ નહીં, કોર્પોરેશને પણ લોકોને અપીલ કરી છે કે, વેક્સિન અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા ખોટા મેસેજોને રોકવા માટે લોકોએ આગળ આવવું જોઈએ. તો સાથે જ વેક્સિન અંગે જાગૃતિ ફેલાવતો સંદેશ આપવા બદલ કોર્પોરેશને પણ સલમાન ખાનનો આભાર માન્યો છે.

#Entry #Mumbai #Vaccination News #awareness #Bollywood #campaign
Advertisment
Latest Stories