બી-ટાઉનના કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ટાઉન બની રહી છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટના ડ્રીમ વેડિંગ પહેલા અયાન મુખર્જીએ કપલના ફેન્સને ખાસ ટ્રીટ આપી છે. અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રમાંથી આલિયા અને રણબીરનું ઇન્ટેન્સ લવ પોસ્ટર શેર કર્યું છે.
બ્રહ્માસ્ત્રના નવા પોસ્ટરમાં રણબીર અને આલિયા એકબીજાના પ્રેમમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં જે તીવ્રતાથી બંને એકબીજાને હાથમાં પકડી રહ્યાં છે તે જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ શકે છે. આલિયા અને રણબીરનો ગાઢ પ્રેમ જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોના દિલ જીતી લેશે.