Connect Gujarat
ગુજરાત

સુરત PSIનો પુત્ર GPSCમાં ટોપ કરી બન્યો ડેપ્યુટી કલેકટર

સુરત PSIનો પુત્ર GPSCમાં ટોપ કરી બન્યો ડેપ્યુટી કલેકટર
X

2018 2019ની GPSCની પરીક્ષામાં સુરતના યુવાને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષાના 6 મહિના પહેલાં જ તેને ઘરની દિવાલ પર લખાણ કરી દીધું હતું કે ‘GPSCમાં પ્રથમ ક્રમ મેળ‌વીશ.’ અને આજે તેનું એ સપનું સાકાર થયું છે.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનાર અંકિત ગોહિલે કન્નેક્ટ ગુજરાત સાથેની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે તે દરરોજ 12 કલાકનું વાંચન કરતા હતા અને કરંટ અફેર્સ પર વધુ ધ્યાન આપ્યું હતું। વધુ માં તેમને જણાવ્યું કે, "વર્ષ 2017 અને 2018માં UPSCમાં નાપાસ થયો હતો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે, અન્ય કોઈ સરકારી એક્ઝામ નહીં આપું અને 2019માં GPSC ની પરીક્ષા પાસ કરીને જ રહીશ અને ગુજરાતમાં પ્રથમ ક્રમ લાવીશ."

અંકિત ગુજરાતી વિષયમાં ખૂબજ નબળો હતો. જેથી સૌથી વધારે મહેનત તેને ગુજરાતી વિષયમાં કરી હતી. અંકિતના પિતા વડોદરા ખાતે પીએસઆઇ તરીખે પોલીસમાં ફરજ બજાવે છે. જ્યારે આજે પીએસઆઇનો પુત્ર ડે કલેકટર બની પરિવાર સહિત પોલીસ ખાતાનું નામ રોશન કર્યું છે.

Next Story