Connect Gujarat
ગુજરાત

મોદી સરકારનું વિસ્તરણ : અનેક જુના જોગીઓના રાજીનામા, ગુજરાતમાંથી 5 સાંસદના નસીબ ચમકયાં

મોદી સરકારનું વિસ્તરણ : અનેક જુના જોગીઓના રાજીનામા, ગુજરાતમાંથી 5 સાંસદના નસીબ ચમકયાં
X

હવે થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે ત્યારે મંત્રીમંડળમાં રહેલાં વર્તમાન મંત્રીઓના ધડાધડ રાજીનામા પડી રહયાં છે. ડૉ. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, બાબુલ સુપ્રિયો, પ્રકાશ જાવડેકર સહિતના અનેક દિગ્ગજ મંત્રીઓએ રાજીનામા આપી દીધાં છે. બીજી તરફ 43 નામોની યાદી ફરતી થઇ છે જે સંભવિત મંત્રીઓના નામોની છે. આ નામોમાં ગુજરાતના 5 નેતાઓનો સમાવેશ થાય છે. જેમાં મનસુખ માંડવિયા, પરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરાના નામો છે.

શપથ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા બનનાર મંત્રીઓ સાથે બેઠક કરી છે. પીએમ હાઉસમાં થયેલી આ બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર હતા.

જે સાંસદો મંત્રી તરીકે શપથ લેશે તેમાં નારાયણ રાણે સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર સિંગ, અશ્વિન વૈશ્નવ,પશુપતિ કુમાર પ્રસાદ, કિરણ રિજિજુ, હરદીપ સિંહ પુરી,રાજકુમાર સિંગ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, પરસોતમ રૂપાલા, કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, ડૉ. સત્યપાલ બઘેલ,રાજીવ ચંદ્રશેખર, સુશ્રી શોભા, ભાનુ પ્રતાપ સિંગ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મીનાક્ષી લેખી, અનુપમા દેવી,એ. નારાયણ સ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી. એલ. વર્મા, અજય કુમાર, દેવુસિંહ ચૌહાણ, ભગવંત ખુબા, કપિલ મોરેશ્વર પાટીલ, પ્રતિમા ભૌમિક, ડૉ. સુભાષ સરકાર, ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, ડૉ. રાજકુમાર રંજન સિંહ, ડૉ. ભારતી પ્રવીણ પવાર, બિશેશ્વર તુડુ, શાંતનુ ઠાકુર, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા,જ્હોન બરાલા, ડૉ. એલ. મૃગન અને નીતીશ પ્રામાણિકનો સમાવેશ થવા જાય છે.

થોડા કલાકો બાદ રાષ્ટ્રપતિ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને મંત્રીમંડળમાં સ્થાન મળવા જઇ રહયું છે. મનસુખ માંડવીયા અને પરૂષોત્તમ રુપાલા અગાઉથી જ મંત્રીમંડળમાં સામેલ છે.

Next Story