Connect Gujarat
ગુજરાત

45 દિવસથી ગુમ ભિલોડાના 19 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ હિંમતનગરના બાંખોર ગામેથી મળી

લાશને સગેવગે કરવાના કૃત્યમાં મદદગારી કરનાર અન્ય એક યુવકથી મૃતકના પરિવારનું દુ:ખ સહન ન થતાં ગુમશુદા યુવકની હત્યાનો પર્દાફાશ થયો

45 દિવસથી ગુમ ભિલોડાના 19 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ હિંમતનગરના બાંખોર ગામેથી મળી
X

ભિલોડામાંથી 45 દિવસ અગાઉ ગુમ થયેલ 19 વર્ષીય યુવકની હત્યા કરીને હિંમતનગરના બાંખોર ગામની સીમમાં ડુંગર અને વાંઘાની ઘાટીમાં દાટી લાશને સગેવગે કરવાના કૃત્યમાં મદદગારી કરનાર અન્ય એક યુવકથી મૃતકના પરિવારનું દુ:ખ સહન ન થતાં ગુમશુદા યુવકની હત્યાનો પર્દાફાશ થયો હતો. જોકે, માહિતી આપનાર યુવક નિશાન દેહી પર તપાસ કરવા ભિલોડા પોલીસ બાંખોર આવીને જ્યુરિડિક્શનનું કારણ બતાવી વિદાય થઇ જતા સાંજ સુધી પરિવારજનો બેસી રહ્યા હતા.

ઘરે પરત ન ફરતા પરીવારે પોલીસને જાણ કરી હતી . સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ભિલોડાના ગોવિંદનગરમાં રહેતા કાળુભાઇ ચામઠા તા.14-04-22 ના રોજ બાઇક લઇને સાંજે ચારેક વાગ્યે નીકળ્યો હતો અને બાઇક લઇને ફરતો રહ્યો હતો. રાત્રે પણ ઘેર પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ મળી ન આવતાં પોલીસને બીજા દિવસે જાણ કર્યા બાદ તા.25-04-22 ના રોજ સ્ટેશન ડાયરીમાં વિધિવત નોંધ કરાઇ હતી.

લાશ સગેવગે કરવામાં મદદ કરનાર યુવકથી સહન ન થતાં ભાંડો ફૂટ્યોપરિવાર દોઢ માસથી યુવકને શોધી રહ્યો હતો અને ચિંતાતુર હતો. ગુમ થનાર યુવકના પિતા બાબુભાઇ ચામઠાના મોટાભાઇ બચુભાઇ છગનભાઇ ચામઠાએ વિગત આપતાં જણાવ્યુ કે ચિંતાતુર પરિવારની સ્થિતિને સહન ન કરી શકનાર એક યુવકે માહિતી આપી હતી કે વિજયભાઇ અને હાર્દિકભાઇ નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો

લાશ સગેવગે કરવા મદદમાં બોલાવ્યો હતો.મૃતકનો પરિવાર સવારથી સાંજ સુધી પોલીસની રાહ જોઇને બેસી રહ્યોપરિવારે માહિતી મળતા ભિલોડા પોલીસને જાણ કરી હતી અને આ યુવકને સાથે લઇ પોલીસની જીપમાં હિંમતનગરના બાંખોરની સીમમાં પહોંચ્યા હતા અને યુવકની નિશાન દેહી મુજબ ડુંગરની ઘાટીમાં વાંઘા વિસ્તારમાં દોઢેક હાથ જેટલું ખોદતાં લાશ જોવા મળી હતી. ભિલોડા પોલીસ જ્યુરિડિક્શનની સમસ્યા બતાવી રવાના થઇ ગઇ હતી અને હત્યાનો ગુનો ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી ગાંભોઇ પોલીસ પણ કાર્યવાહી ન કરવા મજબૂર બની હતી.

સવારે અગિયારેક વાગ્યે આવેેલ મૃતકનો પરિવાર સાંજે સાડા ચારેક વાગ્યા સુધી પોલીસની રાહ જોઇને બેસી રહ્યો હતો. નિરાકરણ આવી ગયું છેસમગ્ર મામલે ગાંભોઇ પીએસઆઇ સી.એફ. ઠાકોરે જણાવ્યું કે નિરાકરણ આવી ગયુ છે અને અરવલ્લી પોલીસ સ્થળ પર પહોંચી રહી છે. બે યુવકોએ યુવકને માર મારી ઝૂંપડામાં મૂકી રાખ્યો હતોચિંતાતુર પરિવારની સ્થિતિને સહન ન કરી શકનાર એક યુવકે માહિતી આપી હતી કે વિજયભાઇ અને હાર્દિકભાઇ નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો અને તેની લાશ વગે કરવા મદદમાં બોલાવ્યો હતો.

Next Story