Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ITના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી 25 કરોડ રોકડા 1 હજાર કરોડની બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ઉદ્યોગ ગૃહ ચિરિપાલ પર તવાઈ બોલાવી છે અને એક સાથે 40 સ્થળો પર રેડ કરવામાં આવી હતી

અમદાવાદ: ITના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી 25 કરોડ રોકડા 1 હજાર કરોડની બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી
X

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ઉદ્યોગ ગૃહ ચિરિપાલ પર તવાઈ બોલાવી છે અને એક સાથે 40 સ્થળો પર રેડ કરવામાં આવી હતી આ તપાસમાં રાજ્યના ઇન્કમટેક્સ વિભાગને કરોડોના વ્યવહાર હાથ લાગ્યા છે.IT વિભાગે રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે. દરોડામાં અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને રૂપિયા 25 કરોડ રોકડા હાથ લાગ્યા છે.IT વિભાગની રેડ 36 કલાક ચાલી હતી ગ્રુપના નિવાસસ્થાન અને ઓફિસોમાં આ રેડ કરવામાં આવી હતી IT વિભાગને અલગ અલગ બેંકના 25 લોકર અને જમીનમાં રોકાણ નો દસ્તાવેજ પણ હાથ લાગ્યા છે ફરીવાર ચિરીપાલ ગ્રુપની 5થી વધુ જગ્યાએ કાર્યવાહી હાથ ધરાઇ છે. ડિજિટલ દસ્તાવેજોની એફએસએલ (FSL) ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

જમીનમાં કરેલા રોકાણ ના દસ્તાવેજો ની ફાઇલો પણ મોટી સંખ્યામાં મળી આવી છે. અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અગાઉ પણ ચીરીપાલ ગ્રુપની સંલગ્ન કુલ 35 થી 40 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલા કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓ રેડ પાડી હતી. જેમાં IT વિભાગને કરોડોમાં બેનામી વ્યવહાર હાથ લાગ્યા હતા જેમાં સંખ્યાબંધ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજો અધિકારીઓએ કબ્જે લીધા હતા તો 1 હજાર કરોડની બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી આવી હતી દુબઈમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની વિગતો સામે આવી છે

Next Story