ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, ઉમિયાધામ સીદસર, કંડારિયા ફાઉન્ડેશન-રાજકોટ અને કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકાના સહયોગથી ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દરેક જ્ઞાતિના વડીલો, બહેનો અને 10 વર્ષથી ઉપરના બાળકોનું ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ, હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા વ્યક્તિઓને એક મહિનાની દવા ફ્રી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશને જાહેર જનતાને અપીલ કરી હતી કે, જ્યારે પણ આવા કેમ્પના આયોજન આપણા અંકલેશ્વર ખાતે થતાં હોય તો વધુમાં વધુ લોકોએ કેમ્પનો અવશ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સોના ભાંગરોલીયા, સરલા ભૂવા,જમન કાશુન્દ્રા સહિત જીઆઇડીસીની મહિલા સમિતિઓ ઉપસ્થિત રહી હતી.