Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: ડીસાના 10 પોલીસકર્મીઓની તપાસના આદેશ અપાતા પોલીસ બેડામાં ખળભળાટ

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં ફસાવી પોલીસે ખોટી રીતે પૈસા પડાવ્યા છે.

બનાસકાંઠા: ડીસાના 10 પોલીસકર્મીઓની તપાસના આદેશ અપાતા પોલીસ બેડામાં ખળભળાટ
X

કોરોના કાળમાં પાસા એક્ટનો બેફામ ઉપયોગ મામલે ઘણી વખત ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પોલીસ ખાતાને ટકોર કરી છે. એમાંય રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી અને પોલીસે કરેલી પાસા એક્ટ પ્રમાણે કાર્યવાહી સામે મોટા સવાલ ઊભા થયા છે. બનાસકાંઠામાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો પણ અહીં ખુદ આરોપીએ પોલીસ સામે આક્ષેપ કર્યા છે કે તેણે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં ફસાવી પોલીસે ખોટી રીતે પૈસા પડાવ્યા છે. સમગ્ર મામલે ડીસા કોર્ટ 10 પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ આપ્યા છે.

કોરોનાનો કપરો કાળ કઈ રીતે ભૂલી શકાય જ્યારે સ્વજન દર્દીને બચાવવા લોકો મોંઘાદાટ ઇન્જેક્શનો માટે કઈ પણ કરવા તૈયાર હતા. હોસ્પિટલની બહાર બે-ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગતી એ આશાએ કે આજે રેમડેસિવિર ઇન્જેક્શન મળશે અને તેનો દર્દી સાજો થઈ જશે. પણ લોકોની મજબૂર સ્થિતિનો લાભ ઉઠાવવા કાળા બજારીઓ સક્રિય હતા, 500થી 1000 રૂપિયામાં મળતું ઈંજેક્શન હજારોમાં બ્લેકમાં વેચાતું હતું. કેટલાક કટકી ખોરો આમાં ખેલ કરી રહ્યા હતા. જેમાં બનાસકાંઠામાં ખુદ પોલીસ સામે એક યુવકે આરોપ કર્યો છે કે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં પોલીસ દ્વારા તેને ફસાવવામાં આવ્યો હતો. પોલીસે ખોટી રીતે કેસમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાનો દાવો કરી ડીસા કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ આજે કોર્ટે એક ઝાટકે 10 અધિકારીઓ સામે તપાસના આદેશ આપી દીધા છે. જેમાં PI એમ.જે.ચૌધરી, PSI સુધીર રાણે, PSI આર. જી. દેસાઈ સહિત 10 સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે.

Next Story