ભરતલીલા: ભરતસિંહ સોલંકીનો યુવતી સાથે વિડીયો વાયરલ થવાનો મામલો, ભ્રાતસિંહે કહ્યું સક્રિય રાજનીતિમાંથી બ્રેક લઉં છું

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે.

New Update

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.7 મહીનાનનો જવાબ આપવાનો છે. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment