ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે આજે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૩ માં ગુજરાત લિગ્નાઈટ માઈન્સ સેફટી અને સ્વચ્છતા પખવાડિયા ફાઈનલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. DDG ભારત સરકારના સતીશ સિદ્ધરવાલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની ૯ જેટલી માઈન્સ કંપનીના લોકો જોડાયા હતા. તેમજ સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાધાન્ય બદલ તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં હાલ ઘરોમાં જે વીજળી પ્રાપ્ત થઇ રહી છે. તેમાં લિગ્નાઈટનું અનેરું મહત્વ છે અને આ લિગ્નાઈટને જમીન માંથી બહાર કાઢતી વિવિધ માઈન્સ અને તેમાં કામ કરતા લોકોની કામગીરી કે જેમાં કોરોનાના કપરા કાળમાં પણ આ માઇન્સના લોકોએ પોતાની કામગીરીને શરુ રાખી ને રાજ્યમાં વીજ સંકટ ઉત્પન્ન થવા દીધું ના હતું આવી ગુજરાતની ૯ જેટલી માઈન્સ કંપની દ્વારા આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૩ માં ગુજરાત લિગ્નાઈટ માઈન્સ સેફટી અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે ફાઈન ડે ના રોજ શહેરના ઇસ્કોન ક્લબ ખાતે DDG-ભારત સરકારના સતીશ સિદ્ધરવાલની ઉપસ્થિતિમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ghcl-gmdc-gipcl-gpcl કંપનીના સેફટી ડાયરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં માઈન્સ સેફટી અને સુરક્ષા ને પ્રાધાન્ય આપી કંપનીના લોકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેની કામગીરીને બિરદાવી હતી.