Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગારીયાધારના અનેક ગામોમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ,ભેંસો પણ તણાઈ

રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા પાણીના વહેણમાં ભેંસો પણ તણાઈ હતી.ગારીયાધાર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો

X

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ગામોમાં એક કલાક વરસાદ વરસ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર નદી વહેવા લાગી હતી. પાણીના વહેણમાં ભેંસો પણ તણાઈ જવા પામી હતી. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ગામોમાં બપોરે બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, ત્યારે બપોર બાદ એકાએક શરૂ થયેલો વરસાદ સતત એક કલાક સુધી વરસાદ વરસતા ગારીયાધાર રૂપાવટી બાયપાસ રોડ પર આવેલા બજારમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા પાણીના વહેણમાં ભેંસો પણ તણાઈ હતી.ગારીયાધાર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પંથકના ગામોમાં એક કલાક સુધી અવિરત વરસાદ વરસતા ઠાસા ગામની બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગારીયાધાર રૂપાવટી બાયપાસ રોડ પાસે પાણીના વહેણમાં ભેંસ તણાતી જોવા મળી હતી.ગારીયાધાર પંથકમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં લોકોને ગરમીથી રાહત થઈ હતી, ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. વરસાદના પગલે વાવણી માટે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદનું આગમન થયું હતું.

Next Story