ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 138 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 4807 છે. જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર છે. 4726 લોકોની હાલત સ્થિર છે. 8,07,911 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10,040 લોકોના કોરોનાથી મોત થયા છ. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.20 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 29 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, સુરત શહેરમાં 20, સુરત ગ્રામ્યમાં 11 કેસ અને એક વ્યક્તિનું મોત થયું છે. જુનાગઢમાં 8, રાજકોટ કોર્પોરેશમાં 8, વડોદરામાં 8, વડોદરા કોર્પોરેશનમાં 8, વલસાડમાં 7, જુનાગઢ કોર્પોરેશનમાં 5, ગીર સોમનાથમાં 4, કચ્છ અને નવસારીમાં 3-3, અમદાવાદમાં 2, બનાસકાંઠામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, નર્મદામાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1, દાહોદમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1, તાપીમાં 1 કેસ નોંધાયો હતો. જામનગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 4,48,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.