Connect Gujarat
ગુજરાત

દાહોદ : PM મોદીના આગમન પૂર્વે તંત્ર સજ્જ, શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગ બંધ કરાયા...

દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વ્યવસ્થા અંગે માહિતી આપવા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાય હતી.

દાહોદ : PM મોદીના આગમન પૂર્વે તંત્ર સજ્જ, શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગ બંધ કરાયા...
X

દાહોદમાં આવતીકાલે તા. 20 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આદિજાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા સભા સ્થળે તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વ્યવસ્થા અંગે માહિતી આપવા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાય હતી. જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યુ હતું

આવતીકાલના સમગ્ર કાર્યક્રમ અંગે સચિવ કક્ષાના અધિકારીઓ સહિત 115 જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા છે. સાથે જ સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન કરાયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૩ હજારથી વધુ પોલીસકર્મીઓની સઘન સુરક્ષા વ્યવસ્થામાં કાર્યક્રમ યોજાશે, ત્યારે કાર્યક્રમ કાર્યક્રમ સ્થળ 200 જેટલા CCTVની બાજ નજરમાં રહેશે. ઐતિહાસિક મહાસંમેલનમાં સહભાગી થવા સામાન્ય નાગરિકોને ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દાહોદમાં વડાપ્રધાન મોદીના સભા સ્થળ જવાના દરેક માર્ગને વન-વે કરાયા છે. આવતીકાલે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રેલ્વે મંત્રી અશ્વિનીકુમાર દાહોદમાં આદિવાસી સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ટ્રાફિક અને તેમની સુરક્ષાના પગલે દાહોદમાં અને સભા સ્થળ તરફ જવાના દરેક માર્ગોને વન-વે કરવામાં આવ્યા છે. જે વાહનો સભામાં આવશે તેમને જ અમુક રુટ ઉપર જવા માટે છૂટ આપવામાં આવી છે. એક દિવસ માટે દાહોદમાં પ્રવેશવાના તમામ હાઈવે બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ દાહોદ-લીમડી-ઝાલોદ હાઈવે બંધ રખાતા આ રુટના તમામ વાહનોને અન્ય માર્ગથી ડાયવર્ટ આપવામાં આવ્યા છે.

Next Story