Connect Gujarat
ગુજરાત

ડાંગ બન્યો દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લો, રાજયપાલ આચાર્ય દેવવ્રત અને સી.એમ.ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત

ગુજરાતના અતિ પછાત ગણાતા પરંતુ કુદરતી વનરાજી વચ્ચે વસેલા ડાંગ જિલ્લાની પ્રકૃતિ સૌ-કોઈ માટે એકવાર મુલાકાત લેવા જેવી છે.

ડાંગ બન્યો દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લો, રાજયપાલ આચાર્ય દેવવ્રત અને સી.એમ.ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત
X

ગુજરાતના અતિ પછાત ગણાતા પરંતુ કુદરતી વનરાજી વચ્ચે વસેલા ડાંગ જિલ્લાની પ્રકૃતિ સૌ-કોઈ માટે એકવાર મુલાકાત લેવા જેવી છે. ત્રણ તાલુકા ધરાવતા અને 95% જેટલા આદિજાતિ બહુલ વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લાને તેની વિશેષતાઓ, ભૌગોલિક સ્થિતિ અને લોકોનો પ્રકૃતિ સાથેનો તાલમેલ અને જીવન જીવવાની પદ્ધતિને ધ્યાને રાખીને દેશનો પહેલો પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડાંગ જિલ્લાને વિધિવત રીતે કાર્યક્રમો યોજીને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. કુદરતની સાથે રહીને પ્રકૃતિનું દર્શન કર્યા વિના જીવવાની પદ્ધતિ સાચી જીવન પદ્ધતિ તરીકે ગણી શકાય, એવી જ રીતે ડાંગના લોકો પોતાની પરંપરાગત ખેતીના કારણે સમગ્ર દેશમાં જાણીતા છે. વિવિધ ખેત પેદાશો ઓર્ગેનિક રીતે પકવીને આરોગતા હોય છે. સાથે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ સમગ્ર ગુજરાતને ભેટ આપી છે. સાપુતારા જેવા હિલ સ્ટેશન પર લોકો હરવા-ફરવા અને ટહેલવા આવે છે. ડાંગ જિલ્લાની વિશેષતાને પગલે હવે ડાંગએ પછાત નહીં પરંતુ પ્રાકૃતિક જિલ્લો બની ગયો છે.ચોમાસા દરમિયાન પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં નાનાનાના ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે. અને જંગલનું કુદરતી દ્રશ્ય મનમોહક બની જાય છે. જેના કારણે સહેલાણીઓ ડાંગ જિલ્લા તરફ ખેંચાઈ આવે છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી ડાંગ જિલ્લાને વિકસાવવા માટે ઓર્ગેનિક જિલ્લાની સાથે હવે પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરી ડાંગ જિલ્લાને નવી ઓળખ આપી છે. ડાંગ જિલ્લાને મળેલી પ્રાકૃતિક જિલ્લાની ઓળખ સમગ્ર દેશ માટે એક રોલ મોડલ જિલ્લો બની રહેશે.ડાંગ જિલ્લાની કુદરતી વનરાજી વચ્ચે જંગલો અને પહાડોમાં કુદરતી જડી-બુટ્ટીઓ આયુર્વેદમાં કારગર સાબિત થઇ રહી છે. પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરી ડાંગની જંગલી જડીબુટ્ટી અને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે.પારંપારિક ખેતી, આયુર્વેદિક જૂની જંગલી જડીબુટ્ટીને પ્રોત્સાહન તથા ડાંગી ગાય જેવી પારંપારિક ગાયોનું સંવર્ધન કરવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે. મુખ્યત્વે ડાંગની જંગલી જડીબુટ્ટીઓ જંગલોમાં મોટા પ્રમાણમાં મળી રહે છે. જેને પણ પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરતા મોટા પાયે પ્રોત્સાહન મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે. સ્થાનિક વેદો અને ફાર્મસીઓને પણ પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીની તકો ઉભી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

Next Story