ડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રૂ. 377.76 લાખના ખર્ચે તૈયાર કરાયેલા કક્ષા-Bના 16 પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસના લાભાર્થીઓને મળેલા આવાસને સરકારી મકાન નહીં, પરંતુ પોતાના સ્વપ્નનું ઘર છે. વધુમાં તેઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે સેવામાં પણ સૌથી સારી કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પોલીસે પોતાની ફરજ ઉપરાંત અંધશ્રદ્ધાનો ભોગ બનેલ મહિલાઓ માટે પ્રોજેક્ટ દેવી, પ્રવાસીઓ માટે બનાવેલ પ્રોજેક્ટ પોલીસ મિત્ર અને જેઓ જેલવાસ ભોગવી રહ્યા છે તેમના પરિવાર માટે પ્રોજેક્ટ સંવેદના હેઠળ સંવેદનશીલતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Latest Stories