Connect Gujarat
ગુજરાત

ડાંગ : જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ ખાતે નવા સ્કુલ બિલ્ડીંગના મકાનનું ખાતમુર્હુત કરાયું...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત, તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્ય રૂપી કલગીમા વધુ એક મોરપિચ્છ ઉમેરાયુ છે.

ડાંગ : જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ ખાતે નવા સ્કુલ બિલ્ડીંગના મકાનનું ખાતમુર્હુત કરાયું...
X

બ્રહ્મસ્વરૂપ પરમ પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, તથા પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજની પ્રેરણા, અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ (ડાંગ) ખાતે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત, તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્ય રૂપી કલગીમા વધુ એક મોરપિચ્છ ઉમેરાયુ છે. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના માસ્ટર પ્લાનના પ્રથમ સોપાન "નવા સ્કુલ બિલ્ડીંગ"ના ખાતમુર્હુતનો એક કાર્યક્રમ ગત તા. ૧૭/૪/૨૦૨૨ના રોજ સમી સાંજે યોજાય ગયો.

જ્ઞાનસેવા સંકુલ બાળકોના સંસ્કાર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય માટે સતત ચિન્તીત છે. શાળાના શ્રેષ્ઠ પરિણામ સાથે, અહીંના વિદ્યાર્થીઓ હજુ વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે, નવા સ્કુલ બિલ્ડીંગના શુભેચ્છક ઉષા નરેશ ખાંડવાલા પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત વિધી BAPS સંસ્થાના બોચાસણ મંદિરના વરિષ્ઠ સંત પૂ. ભક્ત્વત્સલ સ્વામી, તીથલ BAPS સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામી, નવસારી BAPS સ્વામીનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામી, અને કોઠારી પૂ. પુર્ણકામ સ્વામી, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવિત, જિલ્લા શિક્ષણ અધિકારી એ.સી.ભૂસારા તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

Next Story