Connect Gujarat
ગુજરાત

ખેડૂતોને મળશે મોબાઈલ : હપ્તા ખેડૂત અને વ્યાજ સરકાર ચૂકવશે

ખેડૂતોને એક સ્માર્ટ ફોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ મોબાઇલ 15 હજાર સુધી ખરીદી કરી શકશે. જેનો હપ્તો ખેડુતે ભરવાનો રહેશે

ખેડૂતોને મળશે મોબાઈલ : હપ્તા ખેડૂત અને વ્યાજ સરકાર ચૂકવશે
X

ગુજરાત સરકાર દ્વારા નો યોર ફાર્મર યોજના અમલમાં લાવી રહી છે જેમાં ખેડૂતોને એક સ્માર્ટ ફોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ મોબાઇલ 15 હજાર સુધી ખરીદી કરી શકશે. જેનો હપ્તો ખેડુતે ભરવાનો રહેશે પણ તેનું વ્યાજ સરકાર ચુકવશે.

ગુજરાત સરકાર દ્નારા નો યોર ફાર્મર યોજના અમલમાં લાવી રહી છે. જેમાં ખેડૂતોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. જેમાં રાજ્યના ખેડૂતોનો ડેટા એક જ ક્લિકમાં મળી રહે અને ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધી શકાય તે હેતુથી સરકાર રાજ્યના 1 લાખ ખેડૂતો પાસે વ્યાજ મુક્ત લોન દ્વારા સ્માર્ટફોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 15 હજારની કિંમત સુધીનો ફોન ખરીદવા માટે કૉ-ઓપરેટીવ બેન્કમાંથી લોન આપવામાં આવશે તેનું વ્યાજ સરકાર ચૂકવશે પરંતુ હપ્તા ખેડૂતો ભરવાના રહેશે. જેમાં ખેડૂતનું એક અલગ એકાઉન્ટ મેન્ટેઇન કરાવવાનું રહેશે. સરકારની આ યોજનાથી સરકાર દ્નાર કરવામાં આવતી અલગ અલગ યોજના, સબસીડી, લોન જેવી દરેક માહિતી આ મોબાઈલ માંથી મળી રહેશે. આ યોજનામાં 15 હજારની કિંમત સુધીનો સ્માર્ટફોન ખેડૂતે પોતે તેની પસંદગી પ્રમાણે ખરીદી કરી શકશે. જે માટે આઇ-પોર્ટલ પર અરજી કરવાની રહેશે. એક લાખ કરતા વધારે અરજી આવે તો તેનો ડ્રો થશે અને ડ્રોમાં જે ખેડૂતની પસંદગી થશે તે ખેડૂતને મોબાઇલ ફોન અપાશે. મોબાઇલ માટેના ધિરાણ કો-ઓપરેટિવ બેન્ક કરશે અને તેના હપ્તા ખેડૂતે ચૂકવવાના રહેશે, પણ વ્યાજ રૂ. 1500 જેટલું સરકાર ભોગવશે.મોબાઇલ ખરીદી પછી તેનું બિલ ગ્રામ પંચાયતમાં વીએલસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

Next Story