Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: 18 ઓકટોબરથી ડિફેન્સ એક્સપો યોજાશે,તૈયારીઓ શરૂ કરવામાં આવી

PM નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ સત્તાવાર જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી છે

ગાંધીનગર: 18 ઓકટોબરથી ડિફેન્સ એક્સપો યોજાશે,તૈયારીઓ શરૂ કરવામાં આવી
X

રક્ષા મંત્રાલય તરફથી ડિફેન્સ એક્સપો ની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 18 થી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપો નું ઉદ્ઘાટન કરવામાં આવશે આ સત્તાવાર જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી છે.ડિફેન્સ એક્સપોનું આયોજન આ વર્ષે 18 થી 22 ઓક્ટોબરના ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે. રક્ષા મંત્રાલય સોમવારે આ જાણકારી આપતા જણાવ્યું કે આ પહેલા ડિફેન્સ એક્સપોનું આયોજન 10 થી 14 માર્ચ વચ્ચે ગાંધીનગરમાં જ થવાનું હતું.

પરંતુ, મંત્રાલય કાર્યક્રમ સ્થગિત કરતા જણાવ્યું હતું કે, સહભાગીઓ લોજિસ્ટિક સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.મંત્રાલયે કહ્યું કે, પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં થશે. તેમાં ત્રણ વ્યવસાયિક દિવસ હશે. તે જ સમયે, આ પ્રદર્શન બે દિવસ સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો, ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ્સ અને ઉદ્યોગો દ્વારા સાધનસામગ્રી અને કૌશલ્ય સાંકળ નું જીવંત પ્રદર્શન પાંચ દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. નિવેદનમાં કહ્યું કે, DefExpo-2022 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની અને નિકાસમાં પાંચ અબજ ડોલરનો આંક હાંસલ કરવાના વિઝનને અનુરૂપ છે.

Next Story