Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલની નારાજગી ફરીવાર આવી સામે, પ્રદેશ નેતાઓ સામે તાક્યું નિશાન

પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરી થી નારાજ છે.

હાર્દિક પટેલની નારાજગી ફરીવાર આવી સામે, પ્રદેશ નેતાઓ સામે તાક્યું નિશાન
X

પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરી થી નારાજ છે. ત્યારે હાર્દિક પટેલ ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પહેલા પણ ટ્વિટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓની નેતાગીરી થી નારાજ છે. ત્યારે આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે આજે ફરી એક વખત પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતા જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિક કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિક કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.છેલ્લા કેટલાક સમયથી હાર્દિક ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ ચાલી રહી છે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મુકી છે. હાર્દિક સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીની અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.

Next Story