Connect Gujarat
ગુજરાત

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી; આ વિસ્તારોમાં તો અતિભારે વરસાદ

હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસશે ભારેથી અતિભારે વરસાદ પડશે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી; આ વિસ્તારોમાં તો અતિભારે વરસાદ
X

હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસશે ભારેથી અતિભારે વરસાદ પડશે.હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે. સાથોસાથ એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. જેને લઈ પૂરા ગુજરાતને મળશે સારો વરસાદ.

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં આજે બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, દાહોદ, ખેડા, પંચમહાલ, ડાંગ, સુરેંદ્રનગર, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ કચ્છમાં, જ્યારે શનિવારે બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેતી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Next Story