Connect Gujarat
ગુજરાત

સરકારની અડોડાઈ: ગુજરાતમાં ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ નહીં કરાય

ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,

સરકારની અડોડાઈ: ગુજરાતમાં ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ નહીં કરાય
X

કોરોના મહામારીએ અનેક પરિવારો વેર વિખેર કરી દીધા છે. તેમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં 5600 જેટલા કોરોના દર્દીઓના મોત થયા હતા. જો કે આ સમયે ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેના પરિવારજનોને મળનારી સહાય પણ મળી શકે તેમ નથી. આમ સરકારે કો-મોર્બિડિટીના ખેલમાં આચરેલા પાપની પીડા પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસને આપેલા જવાબમાં આરોગ્ય મંત્રીએ ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

આમ કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોના મૃતકો માટે જાહેર કરેલી રૂ.50 હજારની સહાય પણ મળી શકશે નહીં. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા અનેક લોકોના કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ બીમારી લખ્યું છે. આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં પણ આવ્યો છે. જો કે આમ છતાં સરકાર કોરોનાથી મોત એવું લખવા તૈયાર નથી.

Next Story