ખેડા : કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કેસોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીનીઅધ્યક્ષતમા જિલ્લાના અધિકારીઓ સાથે લેન્‍ડ ગ્રેબીંગના કેસોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

New Update

ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીનીઅધ્યક્ષતમા જિલ્લાના અધિકારીઓ સાથે લેન્‍ડ ગ્રેબીંગના કેસોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડા જિલ્લાના જુદા જુદા તાલુકાના કુલ – ૦૯ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટર બચાણીએ ઉપસ્‍થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી નિકાલ કરવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઇન મુજબ લેન્ડ ગ્રેબીંગના કેસોની કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલ, અધિક જિલ્લા કલેકટર બી.એસ.પટેલ તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.