ખેડા : યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરાયું...

તા. ૧૨મી માર્ચે વર્લ્ડ કિડની દિવસ નિમિતે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

તા. ૧૨મી માર્ચે વર્લ્ડ કિડની દિવસ નિમિતે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

MPUHના મેડિકલ ડિરેક્ટર અરુણકુમાર રસ્તોગીએ જણાવ્યું કે આ કેમ્પનો લાભ લગભગ ૨૦૦ લોકોએ લીધો હતો. લાભાર્થીઓને કિડનીને લગતા રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યા તથા કિડનીને સ્વસ્થ રાખવા અંગેનું માર્ગદર્શન નિષ્ણાંત યુરોલોજિસ્ટ અને નેફરોલોજિસ્ટ ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યું હતું. આંકડાઓની દૃષ્ટિએ જોતાં ભારતમાં કિડની અને યુરોલોજીની વિવિધ તકલીફો દિવસે અને દિવસે વધી રહી છે, અને લગભગ ૧૦ દર્દીમાંથી ૧ દર્દી કિડનીના રોગથી પીડિત હોય છે.

આ ઉપરાંત ૬૦થી વધારે ઉંમરના લગભગ ૬૮%થી ૭૦% પુરુષો માં પ્રોસ્ટેટની બીમારીઓ ઘણી સામાન્ય છે. મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) ૧૯૭૮થી કિડનીને લગતા રોગો તથા યુરોલૉજી ના રોગોના ઉપચાર માટે જાણીતી અને કાર્યરત છે. અત્યાર સુધીમાં ૨ લાખથી પણ વધારે દર્દીઓ અત્રે સફળ સારવાર મેળવી ચૂક્યા છે.

Advertisment