Connect Gujarat
ગુજરાત

ખેડા : ગરીબ કલ્યાણ મેળામાં 54,125 લાભાર્થીઓને રૂ. 40.50 કરોડના લાભો એનાયત કરાયા...

દરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મહારાજની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમુધદ્ધિના દ્વાર ખુલ

ખેડા : ગરીબ કલ્યાણ મેળામાં 54,125 લાભાર્થીઓને રૂ. 40.50 કરોડના લાભો એનાયત કરાયા...
X

દરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મહારાજની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમુધદ્ધિના દ્વાર ખુલશે તેમ કેન્દ્રીય રાજય કક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું.

મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,પ્રજા દ્વારા ચુંટાયેલા સભ્યો દ્વારા બનતી સરકાર પ્રજાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે યોજનાઓ ઘડે છે અને પ્રજાને સુશાસનની પ્રતિતિ કરાવે છે. સર્વ વ્યાપક, સમાવેશક અને લોકોને ઘર આંગણે જઇને તેઓની તકલીફો દૂર કરવા અને મળતા લાભો આપવા ગરીબ કલ્યાણ મેળો દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ ગરીબોને રૂ. 27 હજાર કરોડ જેટલી માતબર રકમના લાભો ગરીબ કલ્યાણ મેળા થકી આપવામાં આવ્યા છે.

ગરીબ કલ્યાણ મેળોનો મૂળ ઉદ્રેશ ગરીબો સ્વાભિમાનથી જીવે અને સ્વાવલંબી બને તે છે. રાજય સરકારે રૂ. ૧૨/- તેમજ રૂ. ૩૩૦/-માં ગરીબોને વીમાનું કવચ પુરૂ પાડ્યું છે. પ્રધાનમંત્રી આયુષ્ય યોજનાના માધ્યમથી ગરીબોની બિમારીમાં પણ રક્ષા કવચ પુરૂં પાડ્યું છે. અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ગરીબોને તેઓના ખાતામાં સીધે સીધા તેઓને મળતા લાભોની રકમ જમા કરાવવામાં આવી રહી છે, જેથી વચેટીયાઓ નેસ્ત નાબૂદ થતાં લાભાર્થીને પુરેપુરી રકમના લાભો મળતા થયા છે. આ મેળામાં 54 હજારથી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાના રૂ. 40 કરોડથી વધુ રકમના લાભો હાથો હાથ એનાયત કરવામાં આવ્યા હતા.

Next Story