કચ્છ : ભુજ-અમદાવાદ-બેલગામ ફ્લાઇટ સેવાનો સાંસદ વિનોદ ચાવડાના હસ્તે પ્રારંભ

ભુજથી અમદાવાદ ફ્લાઇટ સેવાનું ભાડું 2 હજાર નક્કી કરવામાં આવ્યું છે. અને ભુજથી બેલગામનું ભાડું 6 હજાર રાખવામાં આવ્યું છે

New Update

કચ્છ જિલ્લાના ભુજથી અમદાવાદ-બેલગામ સ્ટાર ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા પામ્યો છે, ત્યારે કચ્છના લોકોની લાંબા સમયમી માગ સંતોષાઈ હોવાનું માનવમાં આવે છે. કચ્છના ભુજથી અમદાવાદ-બેલગામ સુધી સ્ટાર એર ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા પામ્યો છે.. કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ફ્લાઇટ સેવાનો દીપપ્રાગટય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજથી અમદાવાદ ફ્લાઇટ સેવાનું ભાડું 2 હજાર નક્કી કરવામાં આવ્યું છે.

ભુજથી બેલગામનું ભાડું 6 હજાર રાખવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રથમ દિવસે 50 પેસેન્જરો આ ફ્લાઈટમાં ભુજથી રવાના થયા હતા. આ ફ્લાઈટ દર અઠવાડિયે સોમ, ગુરુ, શુક્ર અને શનિવારે 11 કલાકે અમદાવાદથી ઉડાન ભરીને 12 કલાકે ભુજ પહોંચશે, જ્યારે બુધવારે 4.10 કલાકે અમદાવાદ ઉડાન ભરીને 5.10 કલાકે ભુજ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઇટ ભુજથી અમદાવાદ થઈને બેલગામ પહોંચશે.

Latest Stories