Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજ શહેરની ખાનગી શાળાએ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ ચાલુ વર્ષની ફી કરી માફ

તમામ વિદ્યાર્થીઓની આ વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

કચ્છ : ભુજ શહેરની ખાનગી શાળાએ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ ચાલુ વર્ષની ફી કરી માફ
X

ભુજ શહેરના સંસ્કાર નગર વિસ્તારમાં આવેલી એન્કરવાલા સ્કૂલ દ્વારા કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં સમાજ પ્રેરિત શિક્ષણની ભારતીય પરંપરા મુજબ શાળામાં અભ્યાસ કરતા નાના-મોટા તમામ વિદ્યાર્થીઓની આ વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને શાળાના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

ભુજમાં 1988ના વર્ષમાં સ્થાપિત ભારતીય પરંપરા અનુસાર શિક્ષણ કાર્ય ચલાવતી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સ્કૂલ દ્વારા સામાન્ય પરિવારો માટે રાહતરૂપ નિર્ણય કરાયો છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાર્ષિક ફિ આ વર્ષ માટે જતી કરી દેવામાં આવી છે. વિદ્યા ભારતી સંસ્થા સાથે સંકળાયેલી એન્કરવાલા સ્કૂલ દ્વારા નર્સરીથી લઈ ધોરણ 10 સુધીના તમામ અભ્યાસ કરતા અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવી છે. 6 થી 8 હજાર રૂપિયા સુધીની વાર્ષિક ફી માફ કરી અનોખી પહેલ સાથે સ્કૂલનો ખર્ચ હવે સંસ્થા પોતે ભોગવશે. સંસ્થા દ્વારા ગત વર્ષની ફી પણ મોટા ભાગની જતી કરી હતી જ્યારે આ વર્ષે માફ કરી છે.


ભુજની એન્કરવાલા સ્કૂલના ટ્રસ્ટી નવીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા અનુસાર સમાજ શિક્ષણના ઉદ્દેશ સાથે વિદ્યા ભારતી સંસ્થા સંલગ્ન આ શાળાને 33 વર્ષ થઈ ગયા છે. જેમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના બાળકોનું ભણતર બગડે નહિ તે માટે શાળાએ વાર્ષિક ફી માફ કરી છે તેમજ નવા આવતા છાત્રો માટે પણ વિનામૂલ્યે પ્રવેશ અપાઈ રહ્યો છે. શાળાની કેપિસિટી 900 બાળકોની છે જેથી જેટલા નવા એડમિશન આવશે તેઓને પણ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. નવીનભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે ફી ભરવા આવતા વાલીઓના ચહેરાની લકીરો જોઈ આ વિચાર આવ્યો હતો. બાળકોના ભાવિ ખરાબ ન થાય તે આશયથી આ પહેલની શરૂઆત કરવામાં આવી છે.તમામ વિદ્યાર્થીઓની આ વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને શાળાના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

Next Story