કરછ: સરકારી જમીનો નેતાઓના મળતીયાઓએ પચાવી પાડી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસનો સરકાર અને તંત્ર પર આક્ષેપ, સરકારી જમીનો પચાવી પાડી હોવાનો લગાવ્યો આરોપ.

New Update

સરહદી કચ્છ જિલ્લામાં વિશાળ પ્રમાણમાં લાખો એકર સરકારી જમીનો આવેલી છે પણ તંત્ર અને સરકારમાં સાંઠ ગાંઠ ધરાવતા લોકો આ જમીનોને પચાવી પાડી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

કચ્છમાં મોટું રણ અને નાનું રણ એમ બે રણ આવેલા છે મોટા રણમાં હાલ 10 જેટલી નમક કંપનીઓ અને અદાણી સોલાર પાર્ક પ્રોજેકટને જમીનો અપાયેલી છે તો નાના રણમાં મીઠાના ઉધોગો આવેલા છે પરંતુ સરકાર બંને રણમાં વ્હાલા દવલાની નીતિ અપનાવતી હોય એવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પી.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, કચ્છનાં મોટા રણમાં મીઠું અને બ્રોમીનનું સારું એવું ઉત્પાદન થઈ શકે તેમ છે જેથી હાલમાં હયાત ઉધોગો દ્વારા આ રણમાં 18 લાખ એકર જમીનની માંગણી કરાઈ છે જો આ માંગણી સંતોષાઈ જાય તો મોટું રણ નામસેશ થઈ જશે.

બીજી તરફ નાના રણમાં મીઠાના ઉધોગકારો દ્વારા દબાણ કરી રોયલ્ટી ચોરી થકી સરકારને કરોડો રૂપિયાની આવકનો ચૂનો લગાવાયો છે. સુરજબારીથી કડોલ સુધીના પટામાં 3 લાખ એકર જમીન મીઠાના ઉધોગકારોના કબજામાં છે. આ જમીન દબાણમાં છે હાઇકોર્ટ દ્વારા આ દબાણ હટાવવા આદેશ છે છતાં કાર્યવાહી થતી નથી કારણકે દબાણકારો સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે અને પાર્ટીને ફંડ પહોંચાડે છે કંડલા પોર્ટની 5 ગણી એટલે કે દોઢ લાખ એકર જમીન પણ મીઠાના નમકકારોના કબજામાં છે. જો મોટા રણમાં પર્યાવરણીય મુદાને કોરાણે મૂકી કંપનીઓને જમીનો આપી શકાતી હોય તો નાના રણમાં પણ દબાણ હટાવી નવેસરથી જમીન ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે નવી નગરીમાંથી રૂ.86 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
aassdf

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 120 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 86 હજારનો દારૂ અને ફોન મળી કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાનને ઝડપી પાડ્યો હતો.જ્યારે સવિતા યાદવ,લલિતા વસાવા અને અરવિંદ સુકલાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories