કચ્છ : ચિત્રોડ ગામે બિન અધિકૃત દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા
BY Connect Gujarat4 Aug 2021 4:13 AM GMT

X
Connect Gujarat4 Aug 2021 4:13 AM GMT
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં વર્ષોથી ઉભા કરાયેલ 33 જેટલા બિન અધિકૃત દબાણોને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે, ડીડીઓ ભવ્ય વર્મા, તાલુકા વિકાસ અધિકાર આર.કે.રાઠવાની સૂચનાથી એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારની આસપાસ કરાયેલા 33 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચિત્રોડ ગામના સરપંચ અને તલાટી, વિસ્તરણ અધિકારી સહિતના આગેવાનોની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Next Story