Connect Gujarat
ગુજરાત

રાજયમાં બાળકોને કોરોના રસી આપવાના મહાઅભિયાનનો પ્રારંભ

રાજ્યમાં 12થી 14 વર્ષની વયજુથના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

X

રાજ્યમાં 12થી 14 વર્ષની વયજુથના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી.

તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં 16 જાન્યુઆરી-2021થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે.વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વખતે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય અને તારીખ ૧૫ માર્ચના રોજ 12 વર્ષ પુરા કર્યા હોય તેવા બાળકોને વેકસીન લેવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે વાલીઓને સહયોગ મળે તો 15 દિવસમાં જ તમામ ૧.૪૧ લાખ બાળકોને વેક્સીન આપી દેવા મહાનગર પાલિકા તંત્ર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ સુરતમાં 43.41 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 378.39 લાખ લોકોને બીજો આપી દેવામાં આવ્યો છે.

Next Story