નવ નિયુક્ત સીએમે મળ્યા રૂપાણીના આશીર્વાદ
BY Connect Gujarat13 Sep 2021 6:29 AM GMT

X
Connect Gujarat13 Sep 2021 6:29 AM GMT
રાજ્યના નવ નિયુક્ત સીએમ ભુપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલા ભાજપના વરિષ્ઠ નેતા સાથે મુલાકાત કરી રહયા છે સવારે ડે સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત બાદ ભુપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી ને મળવા ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા હતા અહીં તેમણે વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓ વચ્ચે લગભગ 20 જેટલી મુલાકાત ચાલી હતી ગઈકાલે વિજય રૂપાણીએ વિધાયક દળના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ મુલાકાત માત્ર ઔપચારિક હતી આજે બપોરના 2.20 કલાક નવ નિયુક્ત સીએમ ગાંધીનગર રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે. આ શપથ સમારોહમાં ભાજપના બીજા રાજ્યોના સીએમ અને અનેક કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપશે.
Next Story