Connect Gujarat
ગુજરાત

રાજ્યના 83 ડેમો પર હાઇ એલર્ટ પર, 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વોર્નિંગ સિગ્નલ અપાયું

ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા

રાજ્યના 83 ડેમો પર હાઇ એલર્ટ પર, 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વોર્નિંગ સિગ્નલ અપાયું
X

ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા છે. વરસાદના પગલે ગુજરાતના 83 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયુંછે.12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વોર્નિંગ સિગ્નલ અપાયું છે. આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે. નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે.141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.રાજ્યમાં ઝોન અનુસાર પડેલા વરસાદ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 97.70 ટકા વરસાદ પડી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાતમાં 73.28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81.34 ટકા વરસાદ પડી ચુક્યો છે.

Next Story