પંચમહાલ : હાલોલ નજીક નવનિર્મિત JCB કંપનીના પ્લાન્ટનું બ્રિટનના PM બોરીસ જોન્સને ઉદઘાટન કર્યું

ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આજે 21 એપ્રિલે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નવનિર્મિત જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું,

New Update

ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આજે 21 એપ્રિલે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નવનિર્મિત જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, તેઓની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જેસીબી કંપનીના ચેરમેન લોર્ડ બોમફર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

ગુજરાતના મહેમાન બનેલા યુ.કે.ના વડાપ્રધાન બોરીસ જોન્સન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી. બોરિસ જોન્સને આ પ્રસંગે ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ-અધિકારીઓને સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રીએ યુકેના વડાપ્રધાનની સાથે પ્લાન્ટની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. 100 મિલિયન પાઉન્ડના ખર્ચે ગુજરાતમાં આ ફેકટરીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વૈશ્વિક ઉત્પાદન એકમો માટે પૂરજાઓનું નિર્માણ કરવામા આવશે. જેનાથી 1200 જેટલી નોકરીની સીધી તકો ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે કંપનીના સીઈઓ અને એમડી દિપક શેટ્ટીએ આ સમગ્ર પ્રોજેક્ટમાં સુંદર સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌશલ્યયુક્ત સંસાધનો, કાચા માલની ઉપલબ્ધી અને નજીકના અંતરે બંદરોની સુવિધા સહિતના પરિબળોના કારણે વડોદરા કંપનીઓ માટે વ્યૂહાત્મક લોકેશન બન્યું છે.

હાલોલ ખાતે નિર્મિત જેસીબીના પ્લાન્ટમાં વિશ્વમાં આવેલ જેસીબીના વિવિધ પ્લાન્ટ માટે પાર્ટ્સ તૈયાર કરવામાં આવશે, સમગ્ર દેશમાં હાલ જેસીબી કંપનીના છ પ્લાન્ટ આવેલા છે, ત્યારે આજે હાલોલ ખાતે સાતમા પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment