પીએમ મોદીનો વડોદરામાં ભવ્ય રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ કર્યું ફૂલોથી સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા.

New Update
pm var

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા.

'ઓપરેશન સિંદૂર'ની સફળતા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 26 મેના રોજ, વડાપ્રધાન ભુજમાં 53,414 કરોડ રૂપિયાના 33 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજે જ, પીએમ મોદી દાહોદમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ 24,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે.

Latest Stories