રાજયમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં વધુ બે આરોપીને ઝડપી લેવાયાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 32 આરોપીઓને ઝડપી જેલભેગા કરી દેવાયાં છે.
ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે આરોપી દેવલ પટેલના સંપર્કમાં આવેલ હિંમતનગર ના શિક્ષક રજનીકાંત પટેલ તથા ગ્રંથપાલ નરેન્દ્ર પટેલની હિંમતનગર ખાતેથી સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી છે. આરોપી રજનીકાંત પટેલ વિનય મંદિર સ્કુલમાં શિક્ષક છે જયારે નરેન્દ્ર પટેલ એપીએમસી ફાર્મસી કોલેજમાં ગ્રંથપાલ છે. બંને આરોપીઓ ઉપર પેપરલીક કાંડના સુત્રધાર દેવલ પટેલ સાથે પૈસાની લેતીદેતી કરવાનો આરોપ છે. ગ્રંથપાલ તેમજ શિક્ષકની ધરપકડ કરી તેમને પ્રાંતિજની કોર્ટમાં રજુ કરાયાં હતાં. કોર્ટે બંનેને સબજેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. પેપરલીક મામલે અત્યાર સુધીમાં 32 આરોપીઓને જેલભેગા કરી દેવાયાં છે.