ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતર થયા પાણીથી તરબોળ...

ગુજરાતમાં આ વખતે ખેડૂતો માટે ચોમાસુ વરદાનરૂપ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા પાકને જીવતદાન મળી રહ્યું છે.

New Update

ગુજરાતમાં આ વખતે ખેડૂતો માટે ચોમાસુ વરદાનરૂપ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા પાકને જીવતદાન મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ ઓછો નોંધાયો હતો. પરંતુ હવે તે કસર પણ પુરી થઇ ગઇ. મેઘરાજા ઉત્તર ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં 7 ઈંચ વરસાદ થયો છે, જ્યારે મહેસાણામાં સાડા પાંચ ઈંચ અને ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે, જ્યારે દહેગામ, બેચરાજી, ડીસામાં 4 ઈંચ અને દિયોદર, છોટાઉદેપુર, ચીખલી, પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પરિણામે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઇ છે. મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થવા પામી છે. ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થવા પામી. તો બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે દામા, યાવરપુરા અને કંસારીમાં પાણી ભરાયા. માલગઢ, વરણ સહિતના ગામો બેટમાં ફેરવાયા. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધનેરાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે દિયોદરની આસપાસના ગામો બેટમાં ફેરવાયા. ખેતરમાં પાણી ભરાઇ જતાં જાણે કે, તળાવ બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું. તો આ તરફ દિયોદર સોની ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશો હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા.

Latest Stories