Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસ તોડકાંડ : DGP આશિષ ભાટિયાએ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કથિત તોડકાંડ તપાસ પૂર્ણ કરીને તપાસનીશ અધિકારી વિકાસ સહાયે રિપોર્ટ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને સોંપી દીધો છે

રાજકોટ પોલીસ તોડકાંડ : DGP આશિષ ભાટિયાએ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો
X

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કથિત તોડકાંડ તપાસ પૂર્ણ કરીને તપાસનીશ અધિકારી વિકાસ સહાયે રિપોર્ટ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને સોંપી દીધો છે.રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સામે સખિયા બંધુઓએ કમિશનના આરોપો લગાવ્યા હતાં. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય મનોજ અગ્રવાલ સામે આરોપી પાસેથી વસૂલ થનાર રકમમાંથી કમિશન માગી ક્રાઈમ બ્રાંચે રૂ.75 લાખનો તોડ કર્યાનો લેટર બોમ્બ ફોડ્યા બાદ આ મામલે ગૃહવિભાગે DGP વિકાસ સહાય તપાસ સોંપી હતી.ડીજીપી વિકાસ સહાયે આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે.પોલીસ કમિશનરના કથિત તોડકાંડના ફરિયાદી જગજીવન સખિયાને પણ ગૃહ મંત્રાલયથી ફોન આવી ચૂક્યો છે.

તેઓને જણાવવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ થશે. ફરિયાદીની માગણી મુજબનું ધાર્યુ પરિણામ આવશે તેવો દાવો કર્યો છે. હાલમાં ગાંધીનગર ધક્કો ન ખાવાની જરૂર ન હોવાનું પણ જગજીવન સખિયાને ગૃહવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જલ્દી કાર્યવાહીનું પણ આશ્વાસન ગૃહવિભાગે આપ્યું છે.જો રિપોર્ટમાં કોઇ કસૂરવાર હશે તો તેની સામે ગમે તે ઘડીએ કાર્યવાહી થઇ શકે છે. આ કેસમાં રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહમંત્રી ધ્યાન આપી રહ્યા હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનયી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાલમાં આશિષ ભાટીયા સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી

Next Story