Connect Gujarat
ગુજરાત

નર્મદા : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે SOU સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

નર્મદા : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે SOU સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
X

વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.


આ અવસરે સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી.આર.પાટીલ, પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે પણ મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Next Story