સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ તળાવમા ન્હાવા પડેલ ચાર પુત્રના પિતા તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું
પ્રાંતિજના સલાલ ખાતે આવેલ તળાવમા સલાલ ગામના જ વિજયસિંહ ચૌહાણ બપોરના સમયે ગામમા આવેલ તળામા ન્હાવા ગયા હતા તે સમયે જ તેવો પાણીમા ડૂબી ગયા હતા ત્યારે આસપાસના લોકોને જાણ થતાં લોકોના ટોળા દોડી આવ્યા હતા. ગામ લોકો દ્રારા પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેમા પ્રાંતિજ પોલીસ સહિત પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી અને તળાવમા શોધખોળ હાથ ધરવામા આવી હતી જેમા ત્રણ કલાકની શોધ ખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક વિજયસિંહ 4 બાળકોના પિતા હતા જેમના નિધનથી બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.