Connect Gujarat
ગુજરાત

સુરત : ઇલેક્ટ્રોનિક્સ આઇટમની આડમાં ઇ-સિગારેટવેચનાર ઈસમની ધરપકડ, રૂ. 1.74લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત : ઇલેક્ટ્રોનિક્સ આઇટમની આડમાં ઇ-સિગારેટવેચનાર ઈસમની ધરપકડ, રૂ. 1.74લાખનો મુદ્દામાલ જપ્ત
X

સુરતમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સની આડમાં ઇ-સિગારેટ વેચનાર આરોપીની SOG પોલીસે ધરપકડ કરી છે. ગોપીપૂરા સોની ફળિયા વિસ્તારમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટના 209 બોક્સ 85 બેટરી અને અલગ અલગ ફ્લેવરની 200 નંગ બોટલ સાથે મોહમદ શાબિર રવાણી નામના દુકાનદરની ધરપકડ કરી કુલ રૂપિયા 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ સોની ફળિયામાં ઇલેક્ટ્રોનિક આઈટમની આડમાં ઈ-સિગરેટનો વેચાણ કરનાર ઈસમની એસ.ઓ.જી પોલીસને બાતમી આધારે ધરપકડ કરી છે. પોલીસે દરોડા પાડી ઈ-સિગરેટનું વેચાણ કરનાર મોહમ્મદ સાબીર જવાનની ધરપકડ કરી છે. પાનના ગલ્લા તથા ટોબેકો વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોનિંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ,ઈ-હૂકાનો વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચડી પોતાના આરોગ્યને જોખમમાં મુકી રહ્યા છે.

તેમ જ ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોનીંગ વિનાની સિગરેટ, ઈ-સિગરેટ સહિત ઈ-હુક્કા સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી આવા રી ટેઇલર સહિત હોલસેલર વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જે સૂચનાના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ઈ-સિગરેટ, ઈ-હુક્કાનું વેચાણ કરતાં પાનના ગલ્લાઓ તથા ટોબેકોના હોલસેલ દુકાનો ઉપર વોચ રાખી એસ.ઓ.જી.

પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે બાતમીના આધારે અઠવા, ભાગા તળાવ પાણીની ભીત પાસે એમ.એસ. કલેક્શન નામની દુકાનમાં ઈલેક્ટ્રીક સામાન વેચવાની આડમાં ઈ-સિગરેટ વેચાણ કરનાર 30 વર્ષીય દુકાનદાર શાબિર અબ્દુલર ઉર્ફે રવાણીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત ઇ-સિગારેટના 209 બોક્સ 85 બેટરી અને અલગ અલગ ફ્લેવરની 200 નંગ બોટલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story