સુરેન્દ્રનગર : પાટડીમાં કોરોનાને આમંત્રણ આપતી ઘટના, ધાર્મિક વિધિમાં ઉમટયું મહેરામણ

કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા

New Update

કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા અને અંધશ્રધ્ધાના નામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે આ મામલે કાર્યવાહી કરી ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

કોરોના કપરાકાળમાં અનેક લોકો અકાળે મોતમાં મુખમાં ધકેલાઇ ગયા છે. કોરોનાની ત્રીજી લહેરના પગલે સરકાર દ્વારા શોભાયાત્રા અને ધાર્મિક મેળાવડા અને ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ સાથેની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરના પગલે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશન નજીક જ ધાર્મિક વિધિના મેળામાં લોકો ઉમટ્યાં હતા અને અંધશ્રધ્ધાના નામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. શોભાયાત્રામાં અસંખ્ય લોકો એકઠા થયાં હતાં જેના કારણે સોશિયલ ડીસ્ટન્સના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતાં.પાટડી પોલીસ મથકેથી માત્ર 300 મીટરના અંતરે ભીડ, ડીજેના તાલે કલાકો સુધી લોકો બિન્દાસ રીતે નાચતા રહ્યાં હતા. રોડ ઉપર કલાકો સુધી ભીડના કારણે રાહદારીઓ અને વાહનચાલકો પણ ટ્રાફિક જામ થવાના લીધે પરેશાન થયા હતાં. આટલેથી નહિ અટકતાં આયોજકોએ રસ્તા પર 20 કીલો ગુલાબના ફુલોની ચાદર પણ બનાવી હતી. ઘટનાના વિડીયો અને ફોટા વાયરલ થયાં બાદ પોલીસે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.