સુરેન્દ્રનગર: કુખ્યાત ગેડિયા ગેંગના વોન્ટેડ પિતા-પુત્ર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

સુરેન્દ્રનગર જીલ્લામાં ચકચારી ઘટના બની છે. પોલીસ એન્કાઉન્ટરમાં ગેડિયા ગેંગના વોન્ટેડ પિતા-પુત્રને ઠાર મારવામાં આવ્યા છે

New Update

સુરેન્દ્રનગર જીલ્લામાં ચકચારી ઘટના બની છે. પોલીસ એન્કાઉન્ટરમાં ગેડિયા ગેંગના વોન્ટેડ પિતા-પુત્રને ઠાર મારવામાં આવ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક આજે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતક લૂંટ માટે કુખ્યાત ગેડિયા ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા હતા, જેમાંથી તે 59 ગુનામાં પોલીસના હાથે પકડાયો જ નહોતો. સુરેન્દ્રનગરના Dy.SP હિમાંશુ દોશીના જણાવ્યા મુજબ ગુજસીટોકના ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના PSI વી.એન.જાડેજા અને તેમની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગામ ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે.

પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ PSI જાડેજા ઉપર કર્યા હતા અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ PSI પર હુમલો કરતા PSIને વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં આતંક મચાવીને પ્રજાને તોબા પોકાવનારી ગેંગના સભ્યોને સાણસામાં લેવા માટે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક (ગુજરાત આતંકવાદ અને સંગઠ્ઠીત ગુન્હા નિયંત્રણ અધિનિયમ-2015નો) ગુનો દાખલ કર્યો છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, હનીફ અને મદીન પર એવા મોટા આરોપો ન્હોતા કે તેમનું એન્કાઉન્ટર કરવું પડે. પોલીસે મદીનની છાતી પર રિવોલ્વર રાખીને ગોળી મારી હતી. જ્યા સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હનીફ અને મદીના મૃતદેહનો સ્વિકાર નહીં કરે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories