Connect Gujarat
ગુજરાત

ડુપ્લિકેટ બાયોડિઝલના અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે

રાજયમાં બાયોડીઝલના નામે ભળતા કેમિકલનું વેચાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તે

ડુપ્લિકેટ બાયોડિઝલના અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે
X

રાજયમાં બાયોડીઝલના નામે ભળતા કેમિકલનું વેચાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, બાયો ડિઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો જેવા કે સોલ્વન્ટ, બેઝ ઓઇલ, યુઝ્ડ એન્જીન ઓઇલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે. આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયોડિઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચના મુજબ ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક હાથે કામગીરી શરૂ કરી દેવાઇ છે. અને રાજ્ય સરકારની આ ઝુંબેશના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરીને રૂપિયા ૨૨.૩૧ કરોડથી વધુનો મુદામાલ સાથે ૩૮,૯૫,૮૧૭.૨૮ લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂપિયા ૧૧,૩૬,૨૩,૦૦૦/- કિંમતના ૨૨૨ વાહનો પણ સીઝ કરાયા છે.

વધુમાં મુદ્દામાલ કબજે કરવા તથા તેના નમુના (સેમ્પમલ) લેવા અંગે અધિકૃત અધિકારી દ્વારા બાયોડિઝલના નામે વેચાતા ભળતા પેટ્રોલિયમ પદાર્થોની ચકાસણી દરમ્યાનન મળી આવેલ આવા પ્રકારનાં ભળતા પેટ્રોલિયમ પદાર્થોના ૩ નમૂનાઓ લેવામાં આવશે આ નમૂનાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. નમૂનો ફેઇલ થાય તો વિવિધ જોગવાઇઓના ભંગ બદલ કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરાઈ છે જેમાં ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ, રાજ્ય પોલીસ વડા તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.

Next Story