દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અને 10 જેટલા આઈ.એ.એસ.અધિકારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સનદી અધિકારીઓની બદલીની ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર આજરોજ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે મંજૂરીની મહોર મારી છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયાની મુખ્યપ્રધાન કાર્યાલયમાં બદલી તાહિ હતી ત્યારથી ક્લેકટરનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી પાસે હતો જો કે હવે ભરૂચ કલેક્ટર તરીકે તુષાર સુમેરાની નિમણૂક કરવામાં આવી છે.તુષાર સુમેરા બોટાદના ક્લેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે આ ઉપરાંત મનોજ દાસને રેગ્યુલર પોર્ટનો હવાલો, નાણા સચિવ તરીકે JP ગુપ્તા,મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ,સ્પોર્ટ્સમાં અશ્વિની કુમાર અને બોટાદના કલેક્ટર તરીકે બીજલ શાહની નિમણૂક કરવામાં આવી છે
દિવાળી પહેલા રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી,ભરૂચના કલેક્ટર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ
રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અને 10 જેટલા આઈ.એ.એસ.અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
New Update
Latest Stories