New Update
વૃક્ષારોપાણ કરવુએ સાંપ્રત સમયમાં ખુબજ આવશ્યક બન્યુ છે.કોરોનાની લહેરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહિ મળતા અનેક લોકોએ પોતાનો કિંમતી જીવ ગુમાવવો પડ્યો હતો. ઓક્સીજનની માત્રામાં નોંધપાત્રો વધારો થાયએ માટે ગુજરાત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વાગરા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન દ્ધારા વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કોર્ટ સંકુલમાં સિનિયર સિવિલ જજ એમ.કે। ભટ્ટ,એડી.સિવિલ જજ વી.પી.મહેતા, જયદીપ શાહ, બાર એશો.ના પ્રમુખ જે એચ કાદરી,ઉપ પ્રમુખ વી. ડી.રોહિત,એફ.એ. કુરેશી તેમજ વકીલ મંડળના સભ્યોના હસ્તે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેરમેન એમ.કે.ભટ્ટે વૃક્ષોની મહત્તાને સમજાવી તેનુ જતન કરવા જણાવ્યુ હતુ.